LIFE CHANGING QUOTES
🌸બીજાને સમજી શકે તે વ્યક્તિ પરિપક્વ ગણાય છે.
🌸સારા સંસ્કાર હોવા એ પણ આજે મહામુલી મૂડી ગણી શકાય.
🌸સારુંકામ ન કરી શકાય તો કાંઈ નહીં, પરંતુ જે સારા કાર્યો કરે છે, તેમને અડચણરુપ ના બનીએ.
🌸સફળતા માટે સૌથી મહત્વની બાબત એ છે કે, પોતાના પર વિશ્વાસ હોવો.
🌸હમેશાં દૂખી વ્યક્તિના આસું લુછવા પ્રયત્ન કરવો.
🌸માતા-પિતા ની સામે કયારેય પણ તકરારમાં ન ઉતરવું.
🌸આપણા સતશાસ્ત્રો અનુસાર કયારેય કોઈની ઈર્ષા ન કરવી.
🌸ઈર્ષા કરવી હોયતો બીજા વ્યક્તિમા રહેલા સારા ગુણોની કરવી.
🌸જ્યારે ગુસ્સો આવે ત્યારે હમેશાં મૌન ધારણ કરી લેવું.
🌸પોતાની કામગીરીમાં નીતિ અને પ્રામાણિકતા રાખવી.
🌸પોતાની ઈચ્છિત વસ્તુ મેળવવા છેલ્લાં શ્વાસ સુધી પ્રામાણિક પ્રયત્નો કરવા.
🌸શાસ્ત્રો ને અભ્યાસક્રમાં સમાવવા જોઈએ.
🌸સાધના હમેશાં પ્રાર્થનાથી કરવી.
🌸દ્વષ્ટીમા કયારેય વિકૃતિ ન લાવવી, અને તેના માટે સત્સંગ કરવો.
🌸હમેશાં મંદિરે જવું જોઈએ અને શાસ્ત્રોનુ પઠન કરવું જોઈએ.
🌸જતું કરવુ એ સમજણની નિશાની છે.
🌸જે શિક્ષક તમને પોતાના વિષય સિવાયના જીવનલક્ષી પાઠ ભણાવે તેમને સાચવી લેજો.